USA કોરોનાની નાગચૂડમાં, ન્યૂયોર્કમાં છેલ્લા 24 કલાકમાં 965ના મોત, ટ્રમ્પની જીદ ક્યાંક ભારે ન પડી જાય
ઘાતક હથિયારો અને મજબુત અર્થવ્યવસ્થાના દમ પર આખી દુનિયામાં ઘૌંસ જમાવનાર અમેરિકા પણ કોવિડ-19 આગળ ઘૂંટણિયે પડ્યું હોય તેવું જણાય છે. અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,24,000ને પાર કરી ગઈ છે. ન્યૂયોર્કની સ્થિતિ સૌથી ખરાબ છે અને આંકડા ડરામણા છે. ન્યૂયોર્ક નવું વુહાન બની રહ્યું છે. ન્યૂયોર્કમાં છેલ્લા 24 કલાકમાં 965 લોકોના મોત થયા છે. આ અગાઉ શનિવારે 728 લોકો મૃત્યુ પામ્યા હતાં. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્ર્યુ કૂમોએ આ જાણકારી આપી હતી. ટ્રમ્પ સરકારની તમામ કોશિશો છતાં કોરોના કાબુમાં નથી. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે અમેરિકા કોરોનાથી દુનિયાનો સૌથી વધુ પ્રભાવિત દેશ બની ચૂક્યો છે. જ્યાં એક લાખથી વધુ કેસ બહાર આવ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: ઘાતક હથિયારો અને મજબુત અર્થવ્યવસ્થાના દમ પર આખી દુનિયામાં ઘૌંસ જમાવનાર અમેરિકા પણ કોવિડ-19 આગળ ઘૂંટણિયે પડ્યું હોય તેવું જણાય છે. અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,24,000ને પાર કરી ગઈ છે. ન્યૂયોર્કની સ્થિતિ સૌથી ખરાબ છે અને આંકડા ડરામણા છે. ન્યૂયોર્ક નવું વુહાન બની રહ્યું છે. ન્યૂયોર્કમાં છેલ્લા 24 કલાકમાં 965 લોકોના મોત થયા છે. આ અગાઉ શનિવારે 728 લોકો મૃત્યુ પામ્યા હતાં. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્ર્યુ કૂમોએ આ જાણકારી આપી હતી. ટ્રમ્પ સરકારની તમામ કોશિશો છતાં કોરોના કાબુમાં નથી. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે અમેરિકા કોરોનાથી દુનિયાનો સૌથી વધુ પ્રભાવિત દેશ બની ચૂક્યો છે. જ્યાં એક લાખથી વધુ કેસ બહાર આવ્યાં છે.
આ મેડિકલ પડકાર સામે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાવ બેબસ જોવા મળી રહ્યાં છે. આ બધા વચ્ચે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શન ડિસિઝ (NIAID)ના ડાઈરેક્ટરે જે અનુમાન કર્યુ છે તેનાથી જાણવા મળે છે કે કોરોના વાયરસ ટ્રમ્પ સરકારની હાલત હજુ વધુ ખરાબ કરશે.
ન્યૂયોર્કને ક્યારે ક્વોરન્ટાઈન કરશે ટ્રમ્પ?
NIAIDના ડાઈરેક્ટર ડૉ.એન્થની ફૌસીનું અનુમાન ખુબ જ ડરામણું છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં અણેરિકામાં લાખો લોકો કોવિડ-19ના ભરડામાં આવશે. આ વાયરસ એક લાખથી વધુ લોકોના મોતનું કારણ બની શકે છે. ઉલ્લેખનીય છે કે ન્યૂયોર્કમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ છે. આ શહેરમાં સંક્રમણના હજારો કેસ સામે આવી ચૂક્યા છે. પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ સુધી ન્યૂયોર્કને ક્વોરન્ટીન કરવાનો નિર્ણય લીધો નથી. ટ્રમ્પ આ મામલે પોતાન જીદ પર અડી ગયા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પને લાગે છે કે ન્યૂયોર્કને હજુ ક્વોરન્ટાઈન કરવાની જરૂર નથી. ટ્રમ્પે કોરોના સંકટથી અમેરિકાને બહાર કાઢવા માટે 2.2 ટ્રિલિયન ડોલરના આર્થિક પેકેજની પણ જાહેરાત કરી છે.
દુનિયાના સૌથી શક્તિશાળી ગણાતા દેશમાં કોરોનાના રવિવાર સુધીમાં 1.3 લાખ કેસની પુષ્ટિ થઈ છે અને 2300થી વધુ લોકોના જીવ ગયા છે. અમેરિકા બાદ ઈટાલી અને સ્પેન સૌથી વધુ પ્રભાવિત થયા છે. બંને દેશો બીજા વિશ્વયુદ્ધ બાદના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યાં છે. ઈટાલી અને સ્પેન યુરોપીય સંઘ પાસે વધુ મદદની અપીલ કરી રહ્યાં છે.
જુઓ LIVE TV
અમેરિકાના ગામડાઓમાં પહોંચ્યો કોરોના
દુનિયામાં અત્યાર સુધીમાં કોરોનાથી 31000 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. હવે આ વાયરસ અણેરિકાના ડેટ્રોઈટ, ન્યૂ ઓરલીન્સ અને શિકાગોમાં પકડ જમાવી રહ્યો છે. એટલે સુધી કે અમેરિકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ વાયરસ ફેલાવવા માંડ્યો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે કોરોના વાયરસથી મોતનો આંકડો ઘણો વધારે છે કારણ કે અનેક દેશોના રાજકીય નિર્ણયોના કારણે એ નક્કી નથી કરી શકાયું કે કયા મૃતદેહની ગણતરી થાય અને કયા મૃતદેહની ન કરવી. જેમ કે અમેરિકા, ફ્રાન્સ અને ઈટાલી નર્સિંગ હોમ અને ઘરમાં થયેલા મોતને આંકડામાં સામેલ કરતા નથી.
બ્લેડ પ્લાઝમા તરકીબથી કોરોના ઠીક કરવાની કોશિશમાં અમેરિકા
વૈશ્વિક મહામારીને પહોંચી વળવા માટે દરેક દેશ પોત પોતાની રીતે તરકીબ અજમાવી રહ્યો છે. આ જ રીતે અમેરિકાના ડૉક્ટરો પણ બ્લડ પ્લાઝમા ટેક્નીકથી કોરોનાને ઠીક કરવાની કોશિશમાં છે. અમેરિકાના હ્રુસ્ટનના એક અગ્રેસર હોસ્પિટલે કોવિડ-19થી ઠીક થયેલા એક દર્દીનું લોહી આ બીમારીથી ગંભીર રીતે પીડાતા એક રોગીને ચડાવ્યું છે. અને આ પ્રકારે પ્રાયોગિક સારવાર આજમાવનાર તે દેશની પહેલી ચિકિત્સાલય બની ગયુ છે.
ઘાતક કોરોના વાયરસથી પીડિત થયા બાદ બે સપ્તાહથી વધુ સમય સુધી સારી તબિયતવાળા એક વ્યક્તિએ બ્લડ પ્લાઝમા દાન કર્યું છે. આ વ્યક્તિએ આ બ્લડ પ્લાઝમા હ્રુસ્ટન મેથોડિસ્ટ હોસ્પિટલમાં 'કોનવાલેસ્સેન્ટ સીરમ થેરેપી' માટે આપ્યું છે. સારવારની આ પદ્ધતિ 1918ના સ્પેનિશ ફ્લુ મહામારી સમયની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે